Gujarati Bhajan Narsinh Mehta Shree Krishna Bhajan પ્રભાતિયા

Jalkamal Chhandi Jane Bala

Jai Shree Krishna, Kanji, Kano, Kanudo, Govadiyo
Written by Great Gujju
જળ કમળ છાંડી જાને બાળા, 
સ્વામી અમારો જાગશે 
જાગશે તને મારશે, 
મને બાળ હત્યા લાગશે 
જળ કમળ છાંડી…  
 
કહે બાળક તું મારગ ભુલ્યો, 
કે તારા વેરીયે વળાવીયો 
નિશ્ચય તારો કાળ જ ખૂટ્યો, 
અહીંયા તે શીદ આવીયો 
જળ કમળ છાંડી…  
 
નથી નાગણ હું મારગ ભુલ્યો, 
નથી મારા વેરીએ વળાવીયો 
મથુરા નગરીમાં જુગટુ રમતા, 
નાગનું શીશ હું હારિયો 
જળ કમળ છાંડી…  
 
રંગે રૂડો રૂપે પુરો, 
દિસંતો કોડિલો કોડામણો 
તારી માતાએ કેટલા જન્મયા, 
તેમાં તું અળખામણો 
જળ કમળ છાંડી…  
 
મારી માતાએ બેવ જન્મ્યા, 
તેમાં હું નટવર નાનડો 
જગાડ તારા નાગને મારુ 
નામ કૃષ્ણ કાનુડો 
જળ કમળ છાંડી… 
 
લાખ સવાનો મારો હાર આપું, 
આપું હું તુજને દોરિયો 
એટલું મારા નાગથી છાનું, 
આપું તુજને ચોરીઓ 
જળ કમળ છાંડી… 
 
શું કરું નાગણ હાર તારો, 
શું કરું તારો દોરિયો 
શાને કાજે નાગણ તારે 
કરવી ઘરમાં ચોરિયો 
જળ કમળ છાંડી…  
 
ચરણ ચાંપી મૂછ મરડી, 
નાગણે નાગ જગાડિયો 
ઉઠોને બળવંત કોઈ 
બારણે બાળક આવીયો 
જળ કમળ છાંડી…  
 
બેઉ બળિયા બાથે વળગ્યા, 
કૃષ્ણે કાળીનાગ નાથિયો 
સહસ્ત્ર ફેણ ફુંફવે, 
જેમ ગગન ગાજે હાથિયો 
જળ કમળ છાંડી…  
 
નાગણ સૌ વિલાપ કરે જે, 
નાગને બહુ  દુઃખ આપશે 
મથુરા નગરીમાં લઈ જશે, 
પછી નાગનું શીશ કાપશે 
જળ કમળ છાંડી…  
 
બેવ કર જોડી વિનવે સ્વામી, 
મુકો અમારા કંથને 
એમ અપરાધી કોઈ ન સમજ્યાં, 
ન ઓળખ્યા ભગવંતને 
જળ કમળ છાંડી…  
 
થાળ ભરીને નાગણે સર્વે, 
મોતીડે કૃષ્ણ વધાવિયો 
નારસેયાના નાથ પાસેથી, 
નાગણે નાગ છોડાવીયો 
જળ કમળ છાંડી…  

 

Jalkamal Chhandi jane Bala, 
Swami Amaro Jagshe
Jagshe Tane Marshe, 
Amne Bal Hatya Lagshe  
He jalkama Chhandi… 

 

Kahe Balak Tu Marag Bhulyo, 
Ke Tara Vehri A Valaviyo
Nishche Taro Kaal J Khutyo 
Ahiya Te Shid Aaviyo  
He jalkama Chhandi…    

 

Nath Nagan Hu Marag Bhulyo, 
Nathi Mara Vehri A Valaviyo
Mathura Nagari Ma Jugatu Ramta 
Naag Nu Sheesh Hariyo
He jalkama Chhandi…  

 

Range Rudo Roope Puro, 
Disanto Kodilo Kodamano
Tari Mata Ae Ketla Janamiya, 
Tama Tu Arkhamno  
He jalkama Chhandi…   

 

Mari mata Ae Bev Janiya 
Tema Hu Natvar Nando 
Jagad Tara Naag Ne Maru 
Naam Krushna Kanudo 
He Jalkama Chhandi…  

 

Lakh Sava no maro Haar Aapu, 
Aapu re Tujhne Doriyo 
Atlu Mara Naag Thi Chanu, 
Aapu Tujh Ne Choriyo   
He jalkama Chhandi…  

 

Su Karu Nagan Haar Taro, 
Shu Karu Taro Doriyo 
Shane Kaje Nagan Tare 
Karvi Ghar Ma Choriyo 
He Jalkama Chhandi…  

 

Charan Chapi Muuch Marodi, 
Naganae Naag Jagadiyo 
Utho Ne Balwant Koi 
Barane Balak Aviyo  
He jalkama Chhandi…  

 

Bev Badiya Bathe Vadagiya, 
Krushna E Kali Naag Nathiyo 
Shastra Feno Fufve Jem 
Gagan Gaje Hathiyo 
He Jalkama Chhandi… 

 

Nagan Sau Vilap Kare Je, 
Naaga Ne Bahu Dukh Aapse 
Mathura Nagari Ma Lai Jase, 
Pachi Naag Nu Sheesh Kapse  
He jalkama Chhandi…  

 

Bev Kar Jodi Vinave Swami, 
Muko Amara Kuthne 
Amo Apradhi Kai Na Sanjya 
Na Odakhiya Bhagwant Ne 
He Jalkama Chhandi…    

 

Thad Bhari Ne Nagane Sarve 
Motide Krushn Vadhaviyo  
Narsheya Na Naath Pase Thi, 
Nagne Naag Chhodaviyo  
He Jalkamal Chhandi…  

 

About the author

Great Gujju

Leave a Comment