Gujarati Bhajan Narsinh Mehta Shiv Bhajan

Akhil Bramand Ma Ek Tu Shree  Hari  

Mahadev Bhajan, Shiv Bhajan, Gujrati Bhajan, Gujrati Song
Written by Great Gujju
અખિલ બ્રહ્માંડ માં એક તું શ્રી હરિ, 
જુજવે રુપ અંનત ભાસે 
દેહમાં દેવ તું તેજમાં તત્વ તું, 
શૂન્યમાં શબ્દમાં શબ્દ થઈ વેદ વાસે 
 
પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, 
વૃક્ષ થઈ ફુલી રહ્યો આકાશે 
વિવિધ રચના કરી, અનેક રસ લેવાને, 
શિવ પછી જીવ થયો એજ આશે 
અખિલ બ્રહ્માંડ માં…..  
 
વેદ તો એમ વધે, શ્રુતિ – સ્મૃતિ શાખ દે, 
કનક કુંડળ વિશે ભેદ ન હોય 
ઘાટ ધડી યા પછી, નામ રુપ જૂજવા, 
અંતે તો હેમ નું હેમ હોય 
અખિલ બ્રહ્માંડ માં…..  
 
ગ્રંથ ગરબડ કરી, વાત ન કરી ખરી, 
જેહ ને જે ગમે તેને પૂજે 
મન કર્મ વચન થી, આપ માની લેહ, 
સત્ય છે એજ, મન એમ સૂજે 
અખિલ બ્રહ્માંડ માં…..  
 
વૃક્ષ માં બીજ તું, બીજ માં વૃક્ષ તું, 
જોઉં પટતરો એજ પાસે 
ભણે નરસેયો જે, ભેદ જાણી જુઓ, 
પ્રીત કરું પ્રેમ થી પ્રગટ થાશે 
અખિલ બ્રહ્માંડ માં…..  

 

Akhil Bramand Ma Ek Tu Shree  Hari  
Jujve Roop Anat Bhase  
Deah Dev Tej Ma Tatva Tu  
Shunya Ma Shabad Thai Ved Vase  

 

Pavan Tu Pani Tu Bhumi Tu 
Bhudhara Vruksh Thai Fuli Rahyo Aakashe  
Vividh Rachna Kari Aanek Ras Levane  
Shiv Pachi Jeev Thayo Aej Aashe  
Akhil Bramand Ma…..  

 

Ved To Vedh Shruti – Smruti Shakha De  
Kanak Kundal Vishe Bhed Na Hoai  
Ghat Ghadiya Pachi Naam Roop Jujva  
Ante To Hem Nu Hem Hoai  
Akhil Bramand Ma…..  

 

Granth Garbad Kari Vaat Na Kari Khari  
Jeh Ne Je Game Tene Punje  
Man Karm Vachan Thi Aap Mani Leh  
Saty Chhe Aej Man Aem Sunje  
Aakhil Bramand MA…..  

 

Vruksh Ma Biij Tu Bij Ma Vruksh Tu  
Joanu Pat taro Aej Pase  
Bhane Narseyo Je Bhed Jani Juao  
Prit Karu Prem Thi Pragat Thashe  
Aakhil Bramand Ma…..

About the author

Great Gujju

Leave a Comment