Gujarati Bhajan Narsinh Mehta Prachin Gujrati Bhajan Shree Krishna Bhajan

મારી હૂંડી સ્વીકારો મહારાજ રે

Narshyo Bhajan, Narshih Bhajan, Gujrati Bhajan, Krishna Bhajan, Bhajan
Written by Great Gujju
મારી હૂંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી  (2) 
મારી હૂંડી શામળિયા ને હાથ રે, શામળા ગિરધારી 
 
સ્થભ થકી પ્રભુ પ્રગટીયા, વળી ધર્યો નરસિંહ ના રૂપ, 
 પ્રહલાદ ને ઉગારિયો રે…..
હે વા’લે માર્યો હરણાંકંસ ભૂપ રે, શામળા ગિરધારી……. મારી 
 
ગજને વા’લે ઉગારિયો, વળી સુદામા ની ભાગી ભુખ, 
સાચી વેળા ના મારા વ્હાલા રે 
હે તમે ભક્તો ને આપ્યા ઘણા સુખ રે, શામળા ગિરધારી……. મારી 

 

પાંડવ ની પ્રતિજ્ઞા પાડી, વળી દ્રૌપદી ના પૂર્યા ચીર 
નરસિંહ મહેતાની હૂંડી સ્વીકારજો રે 
તમે સુભદ્રા બાઈના વીર રે, શામળા ગિરધારી……… મારી 

 

રહેવા ને નથી ઝૂંપડું, વળી જમવા નથી જુવાર 
બેટા – બેટી વડાવીયા રે, 
મેતો વળાવી ઘર કેરી નાર રે, શામળા ગિરધારી……….. મારી 

 

ગરથ મારુ ગોપી ચંદન વળી તુલસી હેમ નો હાર 
સાચું નાણું મારે શામળો રે 
મારે મૂડી માં ઝાઝા – પખાજ રે, શામળા ગિરધારી………. મારી 

 

તીરથ વાસી સૌ ચાલીયા, વળી આવ્યા નગર ને બહાર 
વેશ લીધો વણિક નો રે 
મારુ શામળશા શેઠ એવું નામ રે, શામળા ગિરધારી……… મારી 

 

હૂંડી લાવો હાથમાં વળી, વળી આપું પુરા દામ 
રૂપિયા આપું રોકડા રે…….
 મારુ શામળશા શેઠ એવું નામ રે શામળા ગિરધારી…….. મારી 

 

હૂંડી સ્વીકારી વા’લે શામળે, વળી અરજ કીધા કામ 
મહેતાજી ફરી લખજો રે… 
મુજ વાણોતર સરખા કામ રે, શામળા ગિરધારી……… મારી 

 

 

 

About the author

Great Gujju

Leave a Comment