Gujarati Bhajan Narsinh Mehta Prachin Gujrati Bhajan Shree Krishna Bhajan

જાગ ને જાદવા કૃષ્ણ ગોવાળિયા 

Prabhatiya, Dhun, Kirtan, Slok, Sradha, Bhakti
Written by Great Gujju
 
જાગ ને જાદવા કૃષ્ણ ગોવાળિયા 
તુજ વિના ધેનમાં કોણ જાશે  / (2) 
 
ત્રણસો ને સાઠ ગોવાળ ટોળે મળ્યા 
વડો રે ગોવાળિયો કોણ થાશે… હે જાગ ને જાદવા 
 
દહીં તણા દહીં થરા ઘી તણા ઢેબરાં 
કઢિયેલ દૂધ તે કોણ પીશે… હે જાગ ને જાદવા 
 
હરિ તાર્યો હાથિયો કાળી નાગ નાથિયો 
ભૂમિનો ભાર તે કોણ વહેશે… હે જાગ ને જાદવા  
 
જમુનાને તીરે ગોધણ ચરાવતા 
મધુરીશી મોરલી કોણ વહાશે… હે જાગ ને જાદવા 
 
ભણે નરસેયો તારા ગુણ ગાઈ રીઝિયે 
બૂડતાં બાયડી કોણ સહાશે… હે જાગ ને જાદવા 

 

 

 

About the author

Great Gujju

Leave a Comment