Gujarati Bhajan Shree Krishna Bhajan swaminarayan bhajan

આ શેરી વળાવી સજ્જ કરું ઘેર

Ramesh Bhai Oza Katha, Jai Swaminarayan, Gondal, Gadhada, Ranchhod Rai Bhajan
Written by Great Gujju
આ શેરી વળાવી સજ્જ કરું, ઘેર આવો ને  (2) 
આંગણિયે પથરાવું ફૂલ, વાલમ ઘેર આવો ને 
 
આ ઉતારા દેશું ઓરડા ઘેર આવો ને  (2) 
દેશું – દેશું મેડીના મોલ, મારે ઘેર આવો ને……. આ શેરી વળાવી… 
 
આ દાતણીયા દેશું દાડમી ઘેર આવો ને  (2) 
દેશું કણેરી કાંબ, મારે ઘેર આવો ને……. આ શેરી વળાવી… 
 
આ નાવણ દેશું કુંડીયા ઘેર આવો ને  (2) 
દેશું – દેશું જમુનાજી ના નીર, મારે ઘેર આવો ને……. આ શેરી વળાવી… 
 
આ ભોજનિયાં દેશું લાપસી ઘેર આવો ને  (2) 
દેશું – દેશું સાકરિયો કંસાર, મારે ઘરે આવો ને……. આ શેરી વળાવી… 
 
આ રમત દેશું સોગઠી ઘેર આવો ને  (2) 
દેશું – દેશું પાસા ની જોડ, મારે ઘેર આવો ને……. આ શેરી વળાવી… 
 
આ પોઢણ દેશું ઢોલિયા, ઘેર આવો ને  (2) 
દેશું – દેશું હિંડોળા ખાટ, મારે ઘરે આવો ને…….. આ શેરી વળાવી… 
 
આ મહેતા નરસેયા ના સ્વામી શામળિયા  (2) 
હા રે અમને તેડી રમાડ્યા રાસ, મારે ઘેર આવો ને….. આ શેરી વળાવી…

 

 

 

About the author

Great Gujju

Leave a Comment